હળવદ : મોટર સાયકલ આડે રોઝડું ઉતરતા યુવાનનું મોત

- text


હળવદ : સરા- હળવદ રોડ પર ગઈકાલે રોઝડું આડું ઉતરતા રાણેકપર ગામના મોટર સાયકલ સવાર યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સરા-હળવદ રોડ પર ભલગામડા પાસે દિઘડિયા નર્મદા કેનાલ નજીક મોટર સાયકલ વચ્ચે રોઝડું પડતા નવધણભાઈ જીવાભાઈ બાબરીયા ઉ.૩૨ રે. રાણેકપર વાળાને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હતુ.

- text

વધુમાં નવધણભાઈ વાછડાદાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નર્મદાકેનાલ પાસે મોટરસાયકલ આડે અચાનક રોઝડુ ઉતરતા યુવાન નુ ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

- text