મોરબી : નવા વર્ષને પ્રેરણાદાયી રીતે આવકારતું નવજીવન વિદ્યાલય

- text


ડાન્સ પાર્ટીને બદલે બાળકોનું આરોગ્ય જળવાઈ તે માટે હેલ્ધી ફૂડ વિકની ઉજવણી

મોરબી : નવા વર્ષના આગમને વધાવવા મોરબીના નવજીવન વિદ્યાલ દ્વારા નવતર પ્રયોગ કરી બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા હેલ્ધી ફૂડ વિકની ઉજવણી કરવાની સાથે-સાથે બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને સોશ્યલ મીડિયાના સદુપયોગ જેવી બાબતોને વણી લેવામાં આવી હતી.

વીતેલા વર્ષને યાદગાર બનાવવા અને નવા વર્ષને આવકારવા નવજીવન વિદ્યાલય મોરબીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા હેલ્ધી ફૂડ વિકની ઉજવણી કરવામાં આવી હતી, જેનો ઉદેશ્ય બાળકો અને વાલીઓમાં તંદુરસ્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ શાળા દ્વારા અલગ – અલગ રીતે કરવામાં આવ્યો હતો જેમા હેલ્ધી લંચબોક્સ, હેલ્થી ફૂડ કલર સ્પર્ધા, હેલ્થી ફૂડ પ્રોજેકટ, સલાડ કોમ્પિટિશન વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

- text

આ ઉપરાંત શાળા દ્વારા નવા વર્ષના આગમનને વધાવવા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજવમાં આવી હતી જેમાં ફક્ત ફેન્સી ડ્રેસ જ મહત્વના ન હતા પરંતુ ફેન્સી ડ્રેસ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો, પાણી બચાવો, વોટ્સએપ- ફેસબુક જેવા સોશ્યલ મીડિયાનો સદુપયોગ, વ્યસન મુક્તિ, રક્તદાન, નેત્રદાન, વૃક્ષ બચાવો અને ડિજિટલ ઇન્ડિયા જેવા સંદેશ આપવામાં આવ્યો હતો.

- text