મોરબીના યુવા ક્રિકેટરનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના પુત્ર અને યુવા ક્રિકેટર દેવેન રમેશભાઈ ડાંગર નો આજે જન્મદિવસ છે. 31/12/1999 ના રોજ જન્મેલા દેવેન ડાંગર ક્રિકેટ ક્ષેત્રે નાની ઉંમરથી જ એક આગવુ સ્થાન ધરાવે છે. હાલમાં કોલેજમાં અભ્યાસ કરતા દેવેન પોરબંદર ડ્રિસ્ટિક ક્રિકેટ ટીમ તરફથી રમી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અન્ડર 14 અને 17માં નેશનલ સુધી રમી આવ્યા છે. તેમજ સૌરાષ્ટ્ર અંદર 16 ટીમમાં પણ રમેલ છે. અને હાલમાં દેવેન પોરબંદર ક્રિકેટ એકેડમીમાં કોચિંગ મેળવી રહ્યા છે.આજે તેના જન્મદિવસ પર શુભેચ્છકો તરફથી તેમને શુભકામનાઓ પાઠવાઈ રહી છે તેમજ ક્રિકેટ ક્ષેત્રે આગવું સ્થાન મેળવે અને સતત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text

 

 

- text