મોરબીમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી : બિનઉપયોગી ચીજ વસ્તુઓ જરૂરીયાત મંદોને આપવા જન જાગૃતિ રેલી

- text


યુવાનોએ રેલી દરમ્યાન ગરીબોને વસ્તુઓ આપી લોકોને બિનઉપયોગી વસ્તુઓ જરૂરિયાત મંદોને આપવાનો મેસેજ આપ્યો

મોરબી : અનેક યુવાનો ડાન્સ વિથ ડિનર પાર્ટી સાથે મોઝ મસ્તીથી થર્ટી ફસ્ટની ઉજવણી કરતા હોય ત્યારે મોરબીમાં યુવાનો એ થર્ટી ફસ્ટની ઉજવણી માં સેવપ્રવૃત્તિ ભાવનાને ઉજાગર કરી હતી.યુવાનોએ રેલી કાઢી ગરીબોને અ ગાઉં એકત્ર કરેલી વસ્તુઓ ભેટમાં આપીને સમગ્ર શહેરીજનોને બિન ઉપયોગી વસ્તુઓનાખી દેવાને બદલે જરૂરીયાત મંદોને આપવાનો મેસેજ આપ્યો હતો.

- text

મોરબીમાં આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા આજે થર્ટી ફર્સ્ટ ની પ્રે રણાદાયી ઉજવણી કરવામા આવી હતી.આગાખાન યુથ સ્પોર્ટસ બોર્ડના નેજા હેઠળ બિન ઉપયોગી ચીજવસ્તુ ઓ ગરીબ બાળકોને આપવા અંગે જન જાગૃતિ લાવવા માટે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી તખ્તસિંહજી રોડ પર આવેલી ખોજા ખાના શેરીમાંથી નીકળી હતી.જેમાં 11 વર્ષથીમાંડીને 21 વર્ષ સુધીના યુવાનો જોડાયા હતા.જોકે રેલી અગાઉ આ સંસ્થા દ્વારા ખોજા સમાજમાંથી જુના કપડાં,રમકડાં,વધેલું ભોજન સહિતનું અન્ય એકઠું કરવામાં આવ્યું હતું.અને આ એકઠી કરાયેલી વસ્તુઓ રેલી દરમ્યાન રસ્તે મળતા જરુરિયાત મંદોને યુવાનોએ વિતરણ કરીને સેવાનો સાચો.મંત્ર ઉજાગર કર્યો હતો.રેલી દરમ્યાન યુવાનો એ લોકોને મેસેજ આપ્યો હતો,કે બધા મળીને દેશમાં એવો નિયમ બનાવીએકે વધેલું ભોજન જરૂરીયાત મંદોને પહોચાડીએ,જિંદગીમાં આપણે કેટલા ખુશ રહયા એ મહત્વનું નથી. પરંતુ આપણાથી અન્ય કેટલી જિંદગીઓ ખુશ ખુશાલ થઈ એ મહત્વનું છે.બીજાને મદદ કરીને દુનિયાને વધુ સુંદર બનાવીએ યુવાનોએ લોકોને વધુ સુંદર બનવીએ યુવાનોએ લોકોને અપિલ કરી હતી કે,તમારી પાસે નકામા પણ સારા કપડાં અને રમકડાં વધેલું ભોજન ફેંકી ન દો,તેને તમારી આસપાસ રહેતા ગરીબોને આપી દો. જેથી ગરીબોને જરૂરીયાતો નો અભાવ ઓછો થશે.

 

- text