મોરબીમાં કેશરકુંભ કુટુંબ યાત્રાનું આગમન : ઉમળકા ભેર સ્વાગત

- text


ઐતિહાસિક સંસ્કૃતિક વિરાસ્તના જતન માટે ઠેર ઠેર કુંભ ફેરવાનું આયોજન : ઝાલાવાડની 65 જગ્યાના પવિત્ર જળ અને પાકિસ્તાનમાંથી પણ જળકુંભમાં ભરી ગુજરાત,રાજસ્થાન,ઉત્તરપ્રદેશમાં ફેરવાશે

મોરબી : ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસત ના જતન માટે ધ્રાંગધ્રાના રાજમહેલથી કેસર કુંભ કુટુંબ યાત્રા નીકળી છે.અને આ યાત્રા મોરબી આવી પહોચતા ક્ષત્રિય સમાજ દ્વારા તેનું પૂજન કરીને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જેમાં ઝાલાવાડ ની 65 જગ્યાનાં પવિત્રજળ અને પાકિસ્તાનમાંથી જળ કુંભમાં ભરી આ યાત્રા ગુજરાત,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ માં જઈને ત્યાંના ઐતિહાસિક વિરાસતનું સંશોધન કરશે.

- text

ધ્રાંગધ્રાના રાજમહેલ ખાતેથી ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળ દ્વારા ચાર વર્ણની 72 જ્ઞાતિ ઓ વચ્ચે પરસ્પર સ્નેહ જળવાઈ અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે માટે શ્રી કેસર કુંભ યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળે જણાવવ્યું હતું કે,તેઓ ગુજરાતનો ઐતિહાસિક વારસો તથા વાવ,કુવા પાળિયા વગેરે નું દસ્તાવેજી કરણ કરીને તેને બચાવવા સંવર્ધન કરે છે.ધ્રાંગધ્રાના 47 માં રાજા તરીકે જલેશ્વર સીરાજ ડો.જયસિંહજી નું 12 ડિસેમ્બરેના રોજ રાજતિલક કરાયું હતું.ઝાલાવાડ ની 65 જગ્યાના પવિત્ર જળ કળશ માં રાખવામાં આવ્યા છે. તથા પાકિસ્તાન સિંધમાં આવેલ મીઠી તાલુકાના કરંટી ઉર્ફે કીર્તિગઢ ગામનો કેસરિયો કૂવો રાજ્યવંશના હરપાલ દેવના પિતા કેસર દેવજી મકવાણાએ 900 વર્ષ પહેલાં બંધાવવ્યો હતો.અને ત્યાંના હિન્દુ- મુસ્લિમના લોકો એ કૂવાના જળને ગંગાજળ તરીકે પૂજન અર્ચના કરે છે.આ કૂવાના જળ તથા ઝાલાવાડની 65 જગ્યાના પવિત્ર જળને કળશમાં રાખીને આ કુંભને ગુજરાત ,રાજસ્થાન ,ઉત્તરપ્રદેશ,સહિત ચાર રાજ્યોમાં ફેરવાસે.અને કાર કોમ્પ્યુટર અને કલમ નું સૂત્ર આપી જે જે જગ્યાએ આ કુંભ ફરશે ત્યાં ઐતિહાસિક વારસાનું જતન કરવા સંશોધન કરીને સંવર્ધન કરાશે. આ કુંભ યાત્રાનું મોરબીના શનાળાગામે આગમન તથા ક્ષત્રિય સમાજ દ્વારા તેનું પૂજન કરીને સ્વાગત કરાયું હતું.

- text