મોરબીમાં સગાભાઈ ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સ પોલીસ રિમાન્ડમાં

- text


મોરબી : મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં થોડા સમય પૂર્વે તેના ભાઈ પર ખૂની હુમલો કરવા મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરાતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છીપીઠમાં રહેતા મોસીન ઉર્ફે ગજની કરીમ ખોખર નામના શખ્શે એક માસ અગાઉ તેના ભાઈ તોફીક સાથે માથાકૂટ થઇ હતી જેમાં તે પૈસા કમાય છે તો દાદીને કેમ નથી આપતો તે મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મોસીન ઉર્ફે ગજની કરીમ ખોખરે તેના ભાઈ તોફીકને છરીનો ઘા ઝીંકી દઈને ખૂની હુમલો કર્યો હતો.

- text

આ બનાવમાં તેની સાથે શેરા નામનો આરોપી પણ સાથે હોય, એ ડીવીઝન પોલીસના હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપીને શુક્રવારે જુના બસ સ્ટેન્ડ નજીકથી આરોપીને દબોચી લઈને આજે કોર્ટમાં રજુ કરાતા તેને સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે.

- text