મોરબીની સાયન્સ અને કોમર્સ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ પણ કરાયા

મોરબી : મોરબી ખાતે સર્વોદય ટ્રસ્ટ સંચાલિત સાયન્સ અને કોમર્સ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા, શ્રી જી. જે. કોમર્સ કોલેજ તથા શ્રી એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી, તથા રેડ ક્રોસ બ્લડ બેંક ના સયંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું તેમાં ત્રણે કોલેજ ના વિધાર્થીઓ તથા સ્ટાફ દ્વારા ખૂબ જ ઉત્સાહિત થઈ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને કુલ ૮૪ યુનીટ નુ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે થેલેસેમીયા ટેસ્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ ૧૩૫ વિધાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં એન.સી.સી. તથા એન.એસ.એસ. ના કેડેટ પણ બ્લડ ડોનેશન કરી કેમ્પ માં ભાગ લીધો હતો.