મોરબી રાજકોટ હાઇવે પર ટેન્કરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજા

- text


મોરબી : મોરબી- રાજકોટ હાઇવે પર ટેન્કર ચાલકે ધ્રુવનગર નજીક એક્ટિવા સવારને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ થોડા દિવસ પેહલા ધ્રૃવનગર નજીક દયાનંદ પોલી પેક કારખાના નજીક જગદિશભાઇ ખીમાભાઇ લોહ જાતે રબારી ઉ.વ.- ૨૬ ધંધો- ડ્રાઇવીંગ રહે. જાલીડા તા. વાકાનેર હાલ મકનસર નકલંક પાર્ક ગોકુલનગર તા.જી. મોરબી વાળા જી રહ્યા હતા ત્યારે ટેન્કર ના નંબર જીજે-૩વી-૯૧૦૧ વાળા ચાલકે પોતાના હવાલા વાળુ ટેન્કર ફુલ સ્પીડ મા અને બેદરકારીથી અને ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા એકટીવા મો. સા. નં. જી. જે. -૩૬ એચ- ૯૫૦૪ ની ઓવરટેક કરી કાવુ મારી ફરીયાદીના એકટીવા મો.સા. સાથે ભટકાડી એકસીડન્ટ કરી ફરીયાદીને માંથામા તથા ડાબા હાથે તથા જમણા પગે ફેકચર જેવી ઇજા કરી તથા સાહેદ રાજેશભાઇને માથામા તથા જમણા હાથ મા ઇજા પહોચાડી હતી.

- text

આ બાબતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં પો.હેઙ.કોન્‍સ એસ.ડી. ઠોરીયાએ ગંભીર અકસ્‍માત મામલે તપાસ શરૂ કરી છે.

- text