પાલિકા અને પંચાયતની હુસા-તુસીમાં રવાપર રોડની હાલત બદતર

- text


પોસ વિસ્તારમાં વોકળાની સફાઈ, રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્ને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા પાલિકામાં રજુઆત

મોરબી : મોરબી નગર પાલિકા અને રવાપર ગ્રામ પંચાયતની હદ વચ્ચે આવેલા મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડની હાલત બદતર બની જતા તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આ મામલે પાલિકાને વોકળા સફાઈ સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય લાલિતભાઈ કાસુંદ્રાએ મોરબી પાલિકામાં રજુઆત કરતા જણાવ્યું હતું કે હદના વિવાદને કારણે મોરબીનો પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડની હાલત અત્યન્ત ખરાબ બની છે રવાપર ગ્રામ પંચાયત અને નગરપાલિકાની બન્નેની હદમાં આવતા આ રોડ પર મોટાભાગે ઉધોગકારો અને શ્રીમંતવર્ગ રહે છે પરંતુ અહીં પાલિકા કે પંચાયત દ્વારા નક્કર કામગીરી ન કરવામાં આવતા વોકળા દુર્ગંધ મારી રહ્યા છે.

- text

વધુમાં રોડ રસ્તાના કામ પણ થતા ન હોય લોકોને વાહન લઈને તો ઠીક ચાલવું પણ મુશ્કેલ છે તેવામાં ઠેક ઠેકાણે ગેરકાયદે પાર્કિંગ અને રોડની બન્ને તરફ લારી ગલ્લાના દબાણ લોકોની મુશ્કેલી બની રહ્યા છે.

ઉપરાંત છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટના પણ ઠેકાણા ન હોય લોકોમાં રોષની લાગણી હોવાનું તેમને રજુઆતમાં જણાવ્યું હતું.

આ સંજોગોમાં જો પાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત સમસ્યાનો અંત લાવવામાં નહિ આવે તો લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરશે તેવી ચમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

- text