મોરબી : સલમાનખાન -શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ પગલાં ભરવા રજુઆત

ફિલ્મ ટાઇગર જિંદા હે માં વાલ્મિકી સમાજને હડધૂત કરવા બદલ મોરબી વાલ્મિકી સમાજ લાલઘૂમ

મોરબી : ફિલ્મ ટાઇગર જિંદા હે માં વાલ્મિકી સમાજને ઉતારી પાડતા શબ્દ પ્રયોગ કરવા બદલ બૉલીવુડ સુપર સ્ટાર સલમાનખાન અને અભિનેત્રી શિલ્પા શેટી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવા મોરબી હરિજન-ભંગી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ બૉલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટી દ્વારા ફિલ્મ ટાઇગર જિંદા હે માં કેટલાક દ્રશ્યોમાં વાલ્મિકી સમાજને ઉતારી પાડે તેવા શબ્દોનો પ્રયોગ કરી સમગ્ર સમાજનું આપમાન કરતા મોરબી હરિજન વાલ્મિકી સમાજ દ્વારા આ મામલે મામલતદાર સમક્ષ ન્યાય માંગવામાં આવ્યો છે.

વધુમાં વાલ્મિકી સમાજ મોરબી દ્વારા બન્ને હીરો,હિરોઇન સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરવી ભવિષ્યમાં અન્ય કોઈ લોકો પણ વાલ્મિકી સમાજનું અપમાન ન કરે તે જોવા માંગ કરી હતી.