આવતીકાલે ઓમ શાંતિ સ્કૂલ ખાતે યોજાશે ફ્યુઝન એક્સ્પો

- text


મોરબી : આવતીકાલે મોરબીની ઓમ શાંતિ સ્કૂલ ખાતે ફ્યુઝન એક્સ્પો ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ વિષયોને લગતા પ્રોજેકટ રજૂ કરવામાં આવશે.

ઓમ શાંતી ઇંગ્લીશ સ્કુલ મોરબી દ્વારા આયોજીત “ફ્યુઝન એક્સ્પો ૨૦૧૭”માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જાણીતા ગણિતગ્ય શ્રીનિવાસ રામાનુજનના જન્મદિન નિમિતે તાઃ ૨૩/૧૨/૨૦૧૭ ને શનિવાર નાં રોજ સવારે ૯ થી ૧૨ ના સમય દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ એક્સ્પોમ ઓમ શાંતી ઇગ્લીશ મિડિયમ સ્કુલમાં ભવ્ય પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે આ પ્રદર્શન માં વિદ્યાર્થીઓ દ્વારા બધાજ વિષયોને લગતા પ્રોજેક્ટ, પ્રયોગો તેમજ પાવર પોઇટ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શકિતઓને તે પોતાના વિષયોનાં પ્રોજેક્ટમાં ખુબજ સરસ રીતે રજુ કરશે.

જેથી આ કાર્યક્રમમાં પધારી બાળકોની આ શકિતઓને પ્રોત્સાહિત કરવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text