રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા સમાજ માટે આગામી તા.૭ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટે રમત-ગમત, ડાન્સ અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આગામી તા.૭ જાન્યુઆરીને રવિવારના રોજ લોહાણા સમાજના એલ.કે.જી.થી લઈ કોલેજ કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે રમત-ગમત, વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ મનોજ ઝેરોક્ષ કુબેરનાથ રોડ, જલારામ ટ્રેડિંગ ગાંધીચોક ખાતેથી ફોર્મ મેળવી લઈ ૪/૧ સુધીમાં જમા કરાવી દેવા રઘુવંશી યુવક મંડળ મોરબીના પ્રમુખ યોગેશભાઈ માણેકની યાદીમાં જણાવાયું છે.

- text