ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અેડવોકેટ પરેશ ઉજરીયાની બિનહરીફ વરણી.

- text


ટંકારા : ટંકારા સીવીલ કોર્ટ ખાતે ટંકારા બાર એસોસિએશનની મિટિંગ મળી હતી જેમાં નવા પ્રમુખ તરીકે વકીલ મંડળ દ્વારા પરેશ ઉજરીયાની નિમણુંક કરવામાં આવી હતી.

ટંકારા કોર્ટ અસ્તિત્વમાં આવ્યા બાદ બાર એસોની ચુંટણી થતી નથી અને સર્વાનુમતે એક નામ પર મહોર લગાવી પ્રમુખ બનાવાની પંરમપરા કાયમ રહી છે.ત્યારે આજે ટંકારા કોર્ટ પરીસરમા મીટીંગ મા સર્વાનુમતે ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે યુવા અેડવોકેટ પરેશ ઉજરીયાની બીન હરીફ નિમણુક થઈ હતી, આ પદની નિમણુક બાદ વકીલ મિત્રો ,સગા સબંધી ,મિત્રમંડળ ,રાજકીય આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા હતા અને જીવન મા ઉતરોતર પ્રગતી કરે તેવા આશીર્વાદ પણ મળી રહ્યા છે.

- text

ટંકારા બાર એસોસિએશનના આ ત્રીજા યુવા પ્રમુખ તરીકે ફરજ સંભાળશે આ અગાઉ પ્રથમ વખત આર. જી ભાગિયા બાદ સંજય ભાગીયા પ્રમુખ પદે રહી ચૂક્યા છે

- text