મોરબી કોંગ્રેસમા ટીકીટ વિતરણ બાદ આંતરિક જૂથવાદ સપાટીએ

- text


મોરબી:મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ગઈકાલે મોડીરાત્રે ઉમેદવારો જાહેર થતા જ આંતરિક ખેંચતાણ સપાટી ઉપર આવી છે.

આજે સવારે ૬૬- ટંકારા બેઠક ઉપર ફોર્મ ભરવાની જાહેરાત કર્યા બાદ અચાનક જ સતાવાર ઉમેદવાર લલિત કગથરાએ આજે ફોર્મ ભરવાનું મુલતવી રાખી આવતીકાલે ફોર્મ ભરવાનું જાહેર કર્યુ છે.

- text

તો બીજી તરફ માળીયા બેઠક ઉપર કોંગ્રેસે બ્રિજેશ મેરજાને સતાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં આજે આ સીટ માટે દાવેદારી કરનાર કિશોર ચીખલીયાએ વગર મેન્ડડે કોંગ્રેસમાંથી માળીયા બેઠક માટે ઉમેદવારી નોંધવાની જાહેરાત કરતા મોરબી જિલ્લામાં કોંગ્રેસ ગોથે ચડી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text