ઓળખો તમારા ઉમેદવાર : ટંકારા બેઠક ના ભાજપ ના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલનો બાયોડેટા

- text


મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા

મોરબી:મોરબી જિલ્લાની ૬૬ ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલનો આછેરો પરિચય આ મુજબ છે.
૧ જુલાઈ ૧૯૫૨ ના રોજ મોરબીના આમરણમાં જન્મેલા રાઘવજીભાઈ પટેલ ધોરણ ૮ સુધી ભણ્યા છે પરંતુ આંતરિક કોઠાસૂઝ અને કુશાગ્રબુદ્ધિ શક્તિ તેમજ નેતૃત્વના ગુણને કારણે ખેડૂત પુત્ર રાઘવજીભાઈએ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી છે.

- text

હીરા ઉદ્યોગ,પ્લાસ્ટિક,બાંધકામ અને સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા રાઘવજીભાઈની સીધી સરળ જીવન શૈલી અને બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વને કારણે ભાજપ જ નહીં પાટીદાર સમાજમાં ખૂબ જ નામના ધરાવે છે.

૧૯૮૨ થી ભાજપ સાથે જોડાયેલા રાઘવજીભાઈ સતત ૧૨ વર્ષ સુધી મોરબી તાલુકા ભાજપ,૬ વર્ષ સુધી શહેર ભાજપ અને છેલ્લા ૨ વર્ષથી જિલ્લા ભાજપનું સફળતા પૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે.

- text