વાઇબ્રન્ટ સિરામિક : વિશ્વના ટોપ ફાઈવ બાયરોએ કહ્યું મોરબીની પ્રોડક્ટ વિશ્વમાં છવાઈ જવા સક્ષમ

- text


ગ્લોબલ માર્કેટ સામે ચાલી મેન્યુફેક્ચરર પાસે આવ્યું : વાઈબ્રન્ટ સિરામિકની સૌથી મોટી સફળતા : વિશ્વના ટોપ ફાઈવ બાયરો અને મોરબીના ઉદ્યોગકારો વચ્ચે પેનલ ડીસ્કસન યોજાઈ

ઓસ્ટ્રેલિયા, સ્પેન, ઓમાન, રોમાનિયા અને થાઈલેન્ડના વિશ્વના સૌથી મોટા પાંચ બાયરોએ મોરબીની ક્વૉલિટીને યોગ્ય ગણાવી ઉદ્યોગકારોને સસ્તી નહિ પણ સારી અને ગુણવત્તાયુક્ત ટાઇલ્સ બનાવા પર ભાર આપ્યો

ગાંધીનગર:૧૬ નવેમ્બરથી ગાંધીનગરના આંગણે શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા સીરામીક ફિનિસ પ્રોડક્ટ એક્સપોમાં ત્રીજા દિવસે મોરબીના સિરામિક ઉદ્યોગને જબરદસ્ત સફળતા રૂપે વિશ્વના પાંચ એવા બાયરો મળ્યા છે કે જેઓ વર્ષે ૩૦૦ થી ૪૦૦ મિલિયન ડોલરનું ટર્ન ઓવર ધરાવે છે.આજે આ પાંચેય બાયરોએ મોરબીના ટાઇલ્સ મેન્યુફેક્ચરરો સાથે ક્વોલિટી અને સર્વિસ સંદર્ભે મહત્વપૂર્ણ ટિપ્સ આપી માલ ખરીદવા તત્પરતા દાખવી હતી.

વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ અંતર્ગત આજે મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, ઓમાન, થાઈલેન્ડ અને સ્પેનના પાંચ બાયર્સ કે જે વિશ્વમાં સૌથી મોટા બાયર્સ તરીકે ઓળખાય છે તેમની સાથે મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ સાથે પેનલ ડિસ્કશન કરવાની તક આપી હતી અને આ તમામ બાયર્સ સાથે વિઝીટિંગ કાર્ડની આપ લે કરાવી સીધું જ ઇન્ટરેક્શન કરાવ્યું હતું.
આ પાંચેય દેશના ટોપ બાયર્સ મોરબીની પ્રોડક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એકી અવાજ એક જ સુરમાં મોરબીની પ્રોડક્ટ ક્વોલિટી ખુબજ ઉત્તમ છે પરંતુ ફક્ત બ્રાન્ડિંગ અને સર્વિસ આપવામાં આવે તો મોરબીની ટાઇલ્સ વર્લ્ડ નમ્બર વન બનતા કોઈ રોકી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પાંચ દેશોના આ પાંચ મુખ્ય બાયર્સ વર્ષે દહાડે ૩૦૦ થી ૪૦૦ મીલિયન ડોલર્સનું ટર્ન ઓવર ધરાવે છે અને એક્સપોમાં મોરબીની ડિઝાઈનર ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટ નિહાળી એટલા પ્રભાવિત થયા હતા કે મોરબીમાં આટલી સુંદર ક્વોલિટીની ટાઇલ્સ નિર્માણ થતી હોવાનું તેમને વિચાર્યું પણ ન હતું.

આમ, એકંદરે વાઈબ્રન્ટ સિરામિક સમિટ થકી મોરબીના સિરામિક ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યું છે અને એક્સપોના આયોજન થકી ઉત્પાદકોને માર્કેટ સુધી પહોચવાને બદલે માર્કેટ સામે ચાલી ઉત્પાદકો પાસે પહોચ્યું જે વાઈબ્રન્ટ સમીટની સૌથી મોટી સફળતા છે.

આ પેનલ ડિસ્કશનમાં વિશ્વના ટોપ ફાઈવ બાયર્સમાં ઓસ્ટ્રેલિયાના ડીન બુકર, આઇટીસી સ્પેનના આરનેલ્ડો , થાઇલેન્ડના મિસ્ટર સોનમુખ, રોમાનિયાના મી.ટીબીરિયું અને ઓમાનના પ્રફુલ ગટાણી હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ બાયર્સોએ મોરબીના ઇન્ડસ્ટ્રીયલીસ્ટોને મહત્વની ટિપ્સ આપતા જણાવ્યું હતું કે તેઓ ક્વોલિટી ઉત્પાદન આપે નહિ કે સસ્તી ક્વોલિટી,ઉપરાંત તેઓએ ક્વોલિટીની સાથો-સાથ સર્વિસ અને ઇન્ટરનેશનલ માર્કેટના ટ્રેન્ડ પ્રમાણે ડિમાન્ડ મુજબ ડિઝાઇન અને ગુણવત્તા પ્રત્યે શયન કેન્દ્રિત કરે તો મોરબીની ટાઇલ્સને વિશ્વમાં નંબર વન બનતા કોઈ રોકી શકે તેમ નથી.

આ તકે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદાર કે.જી.કુંડારીયા, નિલેશ જેતપરિયા, ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપ પટેલ અને વિશાલ આચાર્યએ પણ ઇન્સ્ટ્રીયાલીસ્ટ મિત્રોને સ્પેન જેવી ક્વોલિટી આપી નીચા ભાવની હરીફાઈ ન કરવા જણાવી ગ્લોબલ માર્કેટમાં છવાઈ જવા પ્રેરણા આપી હતી.

પેનલ ગ્રુપ ડિસ્કશનના અંતે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ પાંચેય દેશના બાયરો સાથે સીધી ચર્ચા કરી વિઝીટિંગ કાર્ડની આપ લે કરી આવનાર ભવિષ્યમાં મોરબીની વધુને વધુ પ્રોડક્ટની નિકાસ થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા હતા.

- text