સિરામિક એક્સપોના સફળ આયોજન બદલ સિરામિક એસો.અભિનંદનને પાત્ર : બ્રિજેશ મેરજા

- text


વાઈબ્રેન્ટ સિરામિક એક્સ્પો નિહાળી કોંગ્રેસ અગ્રણી બ્રિજેશ મેરજા અભિભૂત

ગાંધીનગર:ગાંધીનગર ખાતે આયોજિત વિશ્વના સૌથી મોટા વાઈબ્રન્ટ સિરામીક એક્સપો-૨૦૧૭માં આજે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતપુત્ર બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી અને અદભુત આયોજન નિહાળી આ આયોજન બદલ મોરબી સિરામિક એસોસિએશનને અભિનંદન પાઠવી મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓની મહેનત દેશના અર્થતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક નીવડી હોવાનું જણાવ્યું હતું.

વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ના ત્રીજા દિવસે આજે મોરબીના ખેડૂત અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ એક્સપોની મુલાકાત લીધી હતી અને મોરબી સિરામિક એસોસિએશન તથા ઓકટાગોન કોમ્યુનિકેશનનું આયોજન જોઈ ખૂબ પ્રભાવિત થયા હતા અને જણાવ્યું હતું કે ખરે-ખર આ આયોજન માટે મોરબી સિરામિક એસોસિએશન અભિનંદનને પાત્ર છે.

- text

બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓની મહેનત રંગ લાવી છે આને આજે મોરબી સિરામિક એસોસિએશનના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે મોરબીની અવનવી સિરામિક પ્રોડક્ટ દેશના સીમાડા ઓળંગી વિદેશોમાં ધૂમ મચાવી રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું છે જે આવનાર દિવસોમાં ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે.

બ્રિજેશભાઈ મેરજા વાઈબ્રન્ટ સિરામિક એક્સપોની મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપભાઈ પટેલ,દેવાંગભાઈ પટેલ, વિશાલ આચાર્યએ બ્રિજેશ મેરજાનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

- text