મોરબીમાં કિન્નર ડબલ મર્ડર પ્રકરણમાં બે ને દબોચી લેતી પોલીસ

- text


બે ને જીવતા ભૂંજી નાખવાની ઘટનામાં મોરબી પોલીસ ભેદ ઉકેલવાની દિશામાં

મોરબી:મોરબીના ઉમિયા સર્કલ નજીક ઝૂંપડામાં આગ લગાડી બે ને જીવતા ભૂંજી નાખવાની સનસનીખેજ ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ અને મોરબીના બે કિન્નરને સકંજામાં લઈ લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મંગળવારની રાત્રીના અઢી વાગ્યા આસપાસ મોરબીના ઉમિયા સાતકલ નજીક ઝૂંપડામાં આગ લાગતા રાગીની શિલ્પા દે નામનાં કિન્નર ગંભીર રીતે દાઝતા રાજકોટ સારવારમાં ખસેડાયેલ અને ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા ઝૂંપડામાંથી પુરુષની બળીને ભડથું થઈ ગયેલી લાશ જોવા મળી હતી દરમિયાન રાજકોટ ખસેડાયેલ કિન્નરનું સારવારમાં મોટ નિપજતા આ મામલો ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.
દરમિયાન આ ચોકવનારી ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગૌકાકે જ બે શકમંદ કિન્નરોને દબોચી લઈ પૂછપરછ શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

વધુમાં આ મામલે એ ડિવિઝન પોલીસે રાજકોટના અને મોરબીના કિન્નરને ઉપાડી લીધા હોય અને આ હત્યા કેસના અંકોડા મેળવવા પ્રયાસ શરૂ કરાય છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં ચારેક દિવસ પૂર્વે ડુપ્લીકેટ કિન્નર ને અસલી કિન્નરોએ માર માર્યો હતો અને એ ડિવિઝન પોલીસ એ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.

આમ મીરબીના ચકચારી કિન્નર ડબલ મર્ડર પ્રકરણમાં મોરબી પોલીસને મહત્વની કડીઓ માળતાં હત્યાનો ભેદ ટુક સમયમાં જ ખુલી જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text