મોરબીમાં કાળી ચૌદશે અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધનું મોત

- text


મોરબી:મોરબીમાં કાળી ચૌદશે ધક્કા વાળી મેલડી માતાજીના મંદિર નજીક મોટર સાયકલ હડફેટે ઘવાયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે.

ઘટના અંગે જાણવા મળતી મુજબ મોરબીમાં તા.૨૮-૧૦ ના રોજ ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક ઉમરભાઈ કચાભાઈ વાઘેર ઉ.૮૫ નામના વૃદ્ધને જીજે-૩૬-એ,૫૦૬૪ નંબર મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ ઉમરભાઈ વાઘેરનું મૃત્યુ નિપજતા એ ડિવિઝન પોલીસે એ.ડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text