બાપા..બાપા..ગુજરાત સાથે મારે જૂનો નાતો : જેકી શ્રોફ

- text


 

ગાંધીનગર: વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ ના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગરની મુલાકાતે આવેલા ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે ગુજરાત અને ખાસ કરીને રાજકોટ સાથે તેમનો જૂનો નાતો હોવાનું જણાવી રાજકોટ તેમની પૈતૃકભૂમિ હોવાનું જણાવી મોટાભાગે ગુજરાતી ભાષામાં જ મીડિયા સાથે વાતો કરી હતી.
ફિલ્મ અભિનેતા જેકીશ્રોફ સાથે મીડિયા કર્મીઓએ વાતચીત કરી અનેક પ્રશ્નો પૂછ્યા હતા પરંતું તેઓએ હાલ સિરામિક એક્સ્પોમાં આવ્યા હોય સિરામિક ઉદ્યોગની જ વાતો કરવા જણાવી રાજકારણ,વિવાદિત ફિલ્મ પદ્માવતી સહિતની બાબતોના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળી વિકાસ એટલે કુટુંબ ભાવના એકતા વગેરે બિનવિવાદીત જવાબો આપ્યા હતા.
દરમિયાન પોતાનો ગુજરાત સાથેનો નાતો ગુજરાતીમાં જણાવી ગુજરાતી ફિલ્મ ઇ ડિસ્ટ્રીઝના વિકાસ માટે પ્રયત્નશીલ હોવાનું અને સારી ગુજરાતી ફિલ્મોની ઓફર મળે તો કોઈ પણ રોલ,એકટિંગ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

- text

આ ઉપરાંત જેકીશ્રોફ આવતાની સાથે જ ગુજરાતી વાનગીઓ ઢોકળા,થેપલા,ફાફડાની વાતો વારંવાર કરી આજે ગુજરાતની મહેમંગતિમાં મુઠીયા ઢોકળા ખાવા સ્પેશિયલ ઈચ્છા વ્યક્ત કરી હતી અને પદ્માવતી ફિલ્મ અંગે સવાલ પૂછનાર મીડિયાકર્મી ને આને કોક ઢોકળા ખવડાવો તેવી મજાક પણ કરી હતી. અને કાઠિયાવાડી ભાષામાં બાપા..બાપા..મોજ..મોજ.. એવા લેહકા સાથે અનોખા અંદાજમાં વાતચીત કરતા જોવા મળ્યા હતા.

- text