મોરબી પીઆઇ સોનારાની બદલી નહિ કરવા વેપારી સહિતના સંગઠનની માંગ

- text


આહીર વસ્તી ધરાવતા ગામોમાં કોંગ્રેસને પ્રવેશબંધી

મોરબી:મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સોનારાની બદલી કરવા કોંગ્રેસે કરેલી માંગની વિરુદ્ધમાં જશાપર અને મેઘપર ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી બદલી નહીં કરવા માંગ ઉઠાવી છે.

- text

મોરબી કાપડ મહાજન એસોસિએશન, મોરબી વેપારી મહા મંડળ,દશા શ્રી માળી જૈન વણિક જ્ઞાતિ સહીત ના મંડળો ઉપરાંત   જશાપર અને મેઘપર ગ્રામપંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી નીડર અને નિષ્પક્ષ કામગીરી કરતા આહીર સમાજના નિષ્ઠાવાન અધિકારી ઉપર કોંગ્રેસે કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસના આગેવાનોને કોમવાદી ગણાવ્યા હતા.
વધુમાં બંને ગ્રામપંચાયતો દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કોમવાદી વલણને જોતા કોંગ્રેસી આગેવાનોને આહીર વસ્તી ધરાવતા ગામોમાં પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ મારવામાં આવનાર હોવાનું જણાવી અંતમાં એ ડિવિઝન પીઆઇ સોનારાની બદલી નહિ કરવા માંગણી ઉઠાવી હતી.

- text