મોરબી:ચૂંટણી લડતા ઉમેદવારોના ગુન્હાહિત ઇતિહાસ લોકો સમક્ષ જાહેર કરવા ચૂંટણીપંચનો આદેશ

- text


શૈક્ષણીક લાયકાત અંગે રજુ કરેલ એફીડેવીટ નકલો માંગણી થયે મળી શકશે.

મોરબી:આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તમામ ઉમેદવારોનો ગુન્હાહિત ઇતિહાસ અને શૈક્ષણિક લાયકાતની જાણકારી મળી રહે તે માટે જાહેર જનતાને તમામ જરૂરી વિગતો અને ઉમેદવારોના સોગંદનામા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભ-૨૦૧૭ની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં તા.૦૯/૧૨/૨૦૧૭ તથા ૧૪/૧૨/૨૦૧૭ ના રોજ યોજવા માટે  વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ઉમેદવારી કરનાર ઉમેદવારે ગુનાહિત વિગતો, મિલકત અને દેવા તથા તેમની શૈક્ષણિક લાયકાતો ને લગતી માહિતીથી જાહેરજનતા વાકેફ રહેવાના અધિકાર માટે એફીડેવીટ રજુ કરવાની છે ભારત સરકારના લાયકાતોને લગતી માહિતીથી જાહેરજનતાના વાકેફ રહેવાના અધિકાર માટે સુધારેલ “ફોર્મનં.૨૬”નિયત કરીને એફીડેવીટ સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

- text

ઉમેદવારી કરનાર ઉમેદવારો તરફથી રજુ થનાર એફીડેવીટોની નકલો ઉમેદવારો, પ્રસાર માધ્યમના પ્રતિનિધિઓ,રાજકીય પક્ષો, સંગઠનોકે વ્યક્તિગત રીતે તેઓની માંગણી થયેથી નીચેની કચેરીએથી તેઓને નકલો પૂરી પાડવામાં આવશે.

આ માટે(૧) જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી, ગિબ્સન મીડલ સ્કુલના કંપાઉન્ડમાં જિલ્લા પંચાયત મોરબી             ફોનં-૦૨૮૨૨-૨૨૨૭૦૯
(૨)ચૂંટણી અધિકારી ૬૫-મોરબી, વિધાનસભા મત વિસ્તાર અને પ્રાત અધિકારીશ્રી, પ્રાંત કચેરી, મોરબી
(૩)ચૂંટણી અધિકારીશ્રી,૬૬-ટંકારા, વિધાનસભા મત વિસ્તાર અને નાયબ કલેકટરશ્રી-૨, કલેકટર કચેરી, મોરબી
(૪)ચૂંટણી અધિકારીશ્રી,૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, પ્રાંત કચેરી, વાંકાનેર ની કચેરીએથી નકલો પુરી પાડવામાં આવશે જેથી સર્વેને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી,મોરબીની યાદીમાં જણાવ્યું છે.

- text