વાઘા બોર્ડર ઉપર રાસ ગરબે ઘૂમતા મોરબી ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓ

દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા શાળા દ્વારા વાઘા બોર્ડરનો પ્રવાસ

મોરબી:મોરબીની જાણીતી ન્યુ એરા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવા તાજેતરમાં વાઘા બોર્ડરનો પ્રવાસ ગોઠવવમાં આવ્યો હતો આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસગરબા રમી ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા તાજેતરમાં વાઘબોર્ડર ખાતે પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વધુમાં વાઘા બોર્ડર પ્રવાસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાઘા બોર્ડર ખાતે ગુજરાતના ગૌરવ સમા રાસ-ગરબા લઇ ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. બાદમાં બીએસએફના જવાનો દ્વારા યોજાયેલી સેરેમનીમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ભાવના ઉજાગર કરવામાં આવી હતી.