ટંકારા બેઠકમાં મુરતિયો કોણ ? શિયાળાની ભડકા પરિષદમાં ગરમાં ગરમ ચર્ચા

- text


ટંકારા બેઠકમાં પહેલીવાર પ્રજાજનોએ સ્થાનિક સમસ્યા અંગે સવાલો ઉઠાવ્યા

ટંકારા : વિધાનસભા ચૂંટણી નજીક હોવા છતાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નક્કી ન કરતા શિયાળાની શરૂઆતમાં જામતી ભડકા પરિષદોમાં ભાવિ ઉમેદવાર કોણ એ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

- text

૬૬-ટંકારા-પડધરી વિધાનસભા બેઠક મામલે ટીકીટ મારા ખિસ્સામાં જ છે કહી મદમાં રાચતા ઉમેદવારથી લઈ ભાજપના સીટીંગ એમપીનું નામ ચર્ચામાં છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં પણ ઉમેદવાર નક્કી ન હોય લોકોમાં આગામી ચૂંટણીમાં ઉમેદવારને લઈ ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.
દરમિયાન આગામી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લાલિતભાઈ કગથરા,ભાજપમાંથી અરવિંદ બારૈય, રાઘવજીભાઈ ગડારા સહિતના ઉમેદવાર મેદાને છે પરંતુ હજુ કોઈનું નામ નક્કી થયું નથી.
બીજી તરફ ઉમેદવાર પસંદગીમાં ઢીલ વચ્ચે જનતા જાગૃત બની સ્થાનિક સમસ્યા અને અત્યાર સુધીમાં કોને શુ કામ કર્યા તે સહિતની બાબતોને લઈ સવાલ ઉઠાવવા શરૂ કર્યા છે. દરમિયાન શિયાળાની શરૂઆત થતાં જ રાત્રે મળતી ઓટલા પરિષદ અને ભડકા બેઠકમાં બંને રાજકીય પક્ષની વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે.

 

- text