ઢુંવા-માટેલ રોડ ઉપર મોબાઇલની દુકાનમાં સવા લાખના મોબાઈલ ચોરાયા

- text


દિવાળીની રજામાં તસ્કરો શટર ઉચકાવી બોણી કરી ગયા

મોરબી:વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ ઉપર આવેલ મોબાઇલની દુકાનના શટર ઉચકાવી તસ્કરો સવા લાખની કિંમતના મોબાઈલ ફોન ચોરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ ઢુંવા-માટેલ રોડ ઉપર રાધે હોટલ નીચે આવેલ જેનિલ મોબાઈલ નામની દુકાનના શટર ઉચકાવી તસ્કરો રૂપિયા ૧.૨૩.૦૦૦ ની કિંમતના જુદા-જુદા ૧૦ નંગ ફોન ચોરી કરી જતા આ મામલે મોરબી સીરામીક સિટીમાં રહેતા દુકાન મલિક કલ્પેશ હસમુખભાઈ પ્રજાપતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટના અંગે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે અને વધૂ તપાસ પીએસઆઇ જી.આર.ગઢવી ચલાવી રહ્યા છે.

- text

- text