મોરબીમાં અજાણ્યા પુરુષની લાશ મળવા મામલે ખૂનનો ગુન્હો નોંધાશે

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બોથડ પદાર્થના ઘા ઝીકી પતાવી દેવાયાનો ધડાકો

મોરબી:મોરબીના જોધપરની (નદી) વિડીમાંથી અજાણ્યા પૂરુષની લાશ મળવા મામલે નવો ફણગો ફૂટ્યો છે,ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ અજાણ્યા પુરુષને બોથડ પદાર્થના ઘા મારી પતાવી દેવાયો હોવાનું ખુલતા પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેક દિવસ પૂર્વે મોરબીના જોધપર નદી ગામે વિડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી,શંકાસ્પદ હાલતમાં મળેલી આ લાશ મામલે પોલિસે બોડીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલી હતી જેનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે તબીબોના મતે આ અજાણ્યા વ્યક્તિની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.
ફોરેન્સિક રિપોર્ટને આધારે પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે મૃતદેહ મળ્યો ત્યારે આજુ બાજુમાં સળગેલા લાકડા પણ મળી આવ્યા હતા, જો કે હજુ સુધી મૃતક વ્યક્તિની ઓળખ ન મળતા પોલીસે હત્યારાઓ અને હત્યાનો ભોગ બનનાર બન્નેની શોધખોળ હાથ ધરી છે.