મોરબી જેઈલ રોડ ઉપર ફટાકડાના સ્ટોલમાં આગ : મોકડ્રિલ

- text


મોરબી : મોરબીના જેઈલ રોડ ઉપર આજે બપોરે ફટાકડાની દુકાનમાં આગ લાગયાના મેસેજ મળતાં ફાયર ફાઈટર સહિતનો કાફલો દોડી ગયો હતો, જો કે હકીકતમાં આ મોકડ્રિલ હતી.

આજ બપોરે જેઈલ રોડ પર આવેલ જે.કે.નોવેલ્ટી નામની ફટાકડાની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મોરબી ફાયરબ્રિગેડને મળતા ફાયર ફાઇટર સહિતનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ધૂમાડાના ગોટે-ગોટા નીકળતા લોકોમાં પણ ભાગદોડ મચી ગઇ હતી.
જો કે હકીકતમાં આગ લાગી ન હતી પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફાયરબ્રિગેડ સહિતના તંત્રની સતર્કતા ચકાસણી માટે આ મોકડ્રિલ યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજે મોરબીમાં ઠેર-ઠેર કોઈ પણ જાતના લાયસન્સ વગર મન પડે ત્યાં ફટાકડાના સ્ટોલ આગ બુજવવાના સાધનો વગર ધમધમી રહ્યા છે ત્યારે તંત્ર કડક પગલાં લેવાને બદલે ફક્ત મોકડ્રિલ યોજી સંતોષ માની રહ્યું છે.

- text

- text