હવે સરકારને અનામત આપવા ઘરે આવવું પડશે : હાર્દિક પટેલ

- text


મોરબીમાં બે વર્ષથી બિરાજેલા ગણપતિબાપાનું ટીમ હાર્દિકના હાથે વિધીવત વિસર્જન

મોરબી : પાસના નેતા નિલેશ એરવાડિયાના ઘરે ગણેશ વિસર્જન માટે મોરબી આવેલા હાર્દિક પટેલે હળવદ બ્રાહ્મણી નદીમાં ગણેશ વિસર્જન બાદ હળવદના નવા ટીકર ગામના માધવપુરમાં જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે હવે ચૂંટણી પહેલા અનામત આપવા સરકારને ઘરે આવવું પડશે.
પાટીદાર દમન અને હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહના કેસ સમયથી મોરબીના પાસ અગ્રણી નિલેશ એરવાડિયાના ઘેર બેસાડવામાં આવેલ ગણપતિનું આજે ટીમ હાર્દિકના હસ્તે વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું.
નિલેશ એરવાડિયાના નિવાસ સ્થાન અવની ચોકડી ખાતેથી તેમના ઘેર બિરાજમાન થયેલા ગણપતિબાપાની વિશાલ વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી જે બાપા સીતારામ ચોક થઈ નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી બાયપાસ થઈ પાટીદાર યુવાનોની વિશાળ હાજરી વચ્ચે ગાળા ગામ તરફ રવાના થઇ હતી.

- text

મોરબી થી રવાના થયેલ હાર્દિક પટેલની આગેવાની વાળી ગણેશ વિસર્જન યાત્રા ગાળા ગામ ખાતે રોકાઈ હતી અને હાર્દિક પટેલ અને તેની પાટીદાર સેનાએ ચાય પે ચર્ચા કરી હતી.

બાદમાં હળવદના નવા ટીકર ગામે હાર્દિકે વિશાળ જાહેરસભાને સંબોધી હતી અને સભામાં હાર્દિક પટેલે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે હવે હેલમેટ પહેરી ને ફરજો કારણ કે દિલ્હીથી ગોળા ફેંકવાનું મશીન આવે છે.

હાર્દિક પટેલે આ તકે જણાવ્યું હતું કે હવે ભાજપ સરકારને ચૂંટણી પહેલા અનામત આપવા ઘરે આવવું પડશે.

- text