મોરબી જિલ્લાનો 108નો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો

- text


જિલ્લાની 108ની 9 ગાડી સહીત 36 જણાનો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો

મોરબી : આજે રાતથી પોતાની પડતર માંગણીઓ ના સંદર્ભે મોરબી જિલ્લાની 108ની ટિમ હડતાલ પર ઉતરી ગઈ છે. મોડી રાતે 108ની ટિમ મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે ઍક્ત્રર થઇ ઇમરજન્સી સેવા 108ની બંધ કરી દેવાઈ હતી અને પોતાની પડતર માંગો પુરી ન થાય ત્યાં સુધી 108 સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો

108ની ટિમો એક પછી એક જિલ્લામાં હડતાલ પર ઉતરીને પોતાની માંગ પુરી કરવા માટે પ્રયતન કરી રહી છે ત્યારે આજે મોડી રાતે મોરબી જિલ્લાની 108ની ટિમો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઇ ને હડતાલ પર ઉતરી ગઈ હતી અને પોતાની પડતર માંગો સમાન કામ સમાન વેતન, 8 કલાક ડ્યુટી, અને ગવર્મેન્ટના રુલ્સ મુજબ પગાર ધોરણ, ફરજ બજાવતા કર્મચારીનું માનસિક અને શારીરિક શોષણ થતું અટકાવવું, ફરજ બજવતાં કર્મચારીઓને મન પડે ત્યારે જિલ્લા ટ્રાન્સફર અને નોકરીમાંથી છુટા કરવાનો અત્યાચાર બંધ કરો આવી અનેક માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. અને જ્યાં સુધી તેનો સ્વીકાર ન કરાય ત્યાં સુધી હડતાર ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જયારે મોરબી જિલ્લાની 108ની 9 ગાડી સહીત 36 જણાનો સ્ટાફ એક થઇને હડતાલમાં જોડાતા હાલ મોરબી જિલ્લા માં 108ની ઇમરજન્સી સેવા ઠપ્પ થઈ ગઈ છે.

- text

- text