મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ૭ ઓક્ટોબરે સાર્થક વિધાલય ખાતે યોજાશે

- text


ગુજરાત રાજયના યુવા, સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત મોરબી તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૧૭ આગામી તારીખ ૭ ઓક્ટોબર, શનિવારે મોરબીની સામાંકાંઠે આવેલી સાર્થક વિધાલયમાં યોજાશે. આ યુવા ઉત્સવમાં કલા, સાહિત્ય, અને સાંસ્કૃતિક વિભાગની જુદીજુદી કુલ ૩૨ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ૧૫ થી ૩૫ વર્ષના વિધાર્થી અને બિનવિધાર્થીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૬/૧૦/૨૦૧૭ હોય તો વહેલી તકે સ્પર્ધકોએ પોતાનું રજીસ્ટ્રેશન અને વધુ વિગતો માટે તાલુકા યુવા ઉત્સવના કન્વીનરશ્રી સુબોધભાઈ બારૈયા સાહેબ (આદર્શ નિવાશી શાળા) મો.નં. 9824921451 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

સ્પર્ધામાં એન્ટ્રી માટે જરૂરી ડોક્યુમેન્ટની વિગત

સ્કુલ લિવિંગસર્ટીની ઝેરોક્ષ, આધારકાર્ડની નકલ, જે સ્પર્ધામાં ભાગલેવાના હોય તેની વિગત અવશ્ય લખવી.

- text