મિતાણામાં અજાણ્યા પુરુષનો ઝેરી દવા પી આપઘાત : ઓળખ મેળવવા તજવીજ

- text


મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ રાખી : મૃતકના સગાંવહાલાંની ઓળખ મેળવવા પ્રયાસ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે સરકારી ફોરેસ્ટના જંગલમાં આશરે ૬૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ટંકારા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ટંકારા પોલીસના જણાવ્યા મુજબ મિતાણા ગામે સરકારી ખરાબામાં અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે લાશનો કબજો સાંભળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમના વાલી-વારસની ભાળ ન મળતા ટંકારા પોલીસે મૃતદેહને ત્રણ દિવસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડેલ છે.
જેથી આ ફોટાવાળા વ્યક્તિ અંગે જો કોઈને જાણ હોય તો ટંકારા પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text