મોરબીમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ : આજથી જામશે રાસ ગરબાની રમઝટ

- text


અર્વાચીન રાસોત્સવના ક્રેઝ સામે પ્રાચીન ગરબીઓનો દબદબો યથાવત

મોરબીમાં આજથી માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો શુભારંભ થઇ રહ્યો છે. તેથી તમામ પ્રાચીન અર્વાચીન રાસોત્સવમાં રાસ ગરબાની રમઝટ જામશે. અને નવેનવ દિવસ ગરબીઓમાં રાસગરબાની રમઝટ બોલાવીને માતાની આરાધનાના કરવામાં આવશે.
મોરબીમાં દરેક વિસ્તારમાં શેરીએ ગલીએ નાની મોટીઓ ગરબીઓનું આયોજન થયું છે. અને લાઈટ ડેકોરેશન તથા મંડપ અને મંચની વ્યવસ્થા કરીને દરેક ચોકે ચોકે શણગાર સર્જાયા છે. જોકે આધુનિકતાની સાથે વર્ષો જૂની પ્રાચીન ગરબીઓને ઝાકમઝાળનો રંગ લાગ્યો છે. પરંતુ પ્રાચીન પરંપરા પ્રમાણે થતી માતાની આરાધનામાં કોઈ કોઈ ઓટ આવી નથી. આથી શેરી ગલી સહીત તમામ વિસ્તારોમાં વર્ષો જૂની પ્રાચીન ગરબીમાં પરંપરા પ્રમાણે પ્રાચીન રાસો ઉપર માતાનું સ્તુતિ ગાન કરાશે. જોકે નવરાત્રીમાં જય, તપ અને અનુષ્ઠાનનું મહત્વ અનાદિકાળથી ચાલી આવતું હોવાથી માઇભક્તો નવેનવ દિવસ જપ, તપ અનુષ્ઠાન અને હોમ હવન કરીને આદ્યાશક્તિની આરાધના કરશે. ઉપરાંત શહેરમાં નવરાત્રિને લઈને છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં રોનક દેખાઈ રહી છે. માતાજીના શણગારની જુદી જુદી ચીજવસ્તુઓ તેમજ ટ્રેડિશનલ ડ્રેસોની ખરીદી માટે બજારોમાં ભીડ જામી રહી છે. નવરાત્રી માં શક્તિની આરાધનાનું પર્વ સાથે યુવાનોનું પર્વ ગણાય છે. તેથી યુવાનો રાસગરબે રમવા જોસ જુસ્સા સાથે ઉત્સુક બન્યા છે.

- text

- text