મોરબીમાં પ્રેમમાં પાગલ સગીરાને આપઘાત કરતા બચાવી લેતી ટીમ ૧૮૧

- text


લગ્નની લાલચ આપી બોયફ્રેન્ડએ સગીરાને ભાગી જવા ઉપસાવી : બોયફ્રેન્ડ ન આવતા સગીરાએ આત્મઘાતી પગલું ભરવા તૈયારી કરીને ૧૮૧ ટીમ ત્યાં પહોંચી સગીરાનો જીવ બચાવ્યો

મોરબી : સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો મોરબીમાં પ્રેમમાં પાગલ બનેલી સગીરાને બોયફ્રેન્ડે ઘર છોડી ભાગી જવા ઉપસાવ્યા બાદ પોતે ન આવતા સગીરાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પણ ૧૮૧ ની ટીમે સમયસર પહોંચી જઈ સગીરાની જિંદગી બચાવી પરિવારજનોને સોંપી હતી.

ઇન્ટરનેટ, મોબાઈલ ,વોટ્સએપન અને ફેસબુકના જમાનામાં આજની યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાનો ચોકાવનારો કિસ્સો મોરબીમાં બન્યો હતો. પરંતુ ૧૮૧ની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચી હતાશ થઈ આપઘાત કરવા જઈ રહેલી યુવતીને બચાવી લઈ મનોબળ મજબૂત કરી ઘર પરિવાર સાથે શાંતિથી જિંદગી જીવવા પ્રેરણા આપી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ૧૮૧ મોરબી ટીમને થર્ડ પાર્ટી કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે એક યુવતી આત્મઘાતી પગલું ભરવા જઇ રહી છે.
જેથી ૧૮૧ની ટીમ ના કાઉન્સિલ જાગૃતિ મકવાણા અને પાઇલોટ રમેશભાઈ ભાંખોડીયા એ પળવારનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચતા એક યુવતી રડી રહી હતી અને આત્મહત્યા કરી મરી જવા પગલું ભરવા વિચારતી હતી,દરમિયાન યુવતીને સમજાવી કાઉન્સિલિંગ કરતા સગીરાએ ચોંકાવનારી હકીકત જણાવી હતી.

સગીરાના જણાવ્યા મુજબ તેના બોયફ્રેન્ડે તેણીને ફોન કરી ભાગી જવા આ સ્થળે બોલાવી હતી. અને બાદમાં સગીરાને બોલાવી પોતે નિર્ધારિત કરેલા સ્થળે આવ્યો ન હતો અને પોતે મજાક કરતો હોવાનું જણાવતા યુવતીને લાગી આવ્યું હતું અને આપઘાત કરવા કરવા પહોંચી ગઈ હતી.
જો કે ૧૮૧ની ટીમના કાઉન્સિલિંગ બાદ યુવતી સ્વસ્થ બની હતી અને પરિવારજનોની વિનંતીને પગલે ૧૮૧ ની ગાડીને બદલે પરિવારજનો આબરૂ જવાની બીકે સગીરાને લઇ જવા મંજૂરી માંગતા ૧૮૧ની ટીમે જવા દીધા હતા.

- text