અજંતા ફેકટરી નજીક અજાણ્યા વાહનની ઠોકરે પટેલ પ્રૌઢનું મોત

- text


મોરબી:રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજંતા ફેકટરી નજીક અજાણ્યા વાહને એક્ટિવા લઈને જઇ રહેલા પટેલ પ્રૌઢને હડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજાણ્‍યા વાહન ચાલકે તેનુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ઠાકરશીભાઈ પટેલને એકટીવા નંબર જીજે ૩ એચ.એફ. ૪૪૬૨ ના પાછળ ભટકાડી ફરી.ના પિતા ને એકટીવા .ઉપરથી રોડ ઉપર પછાડી દઇ ગંભીર પ્રકારની મરણતોલ ઇજા કરી સારવાર દરમ્‍યાન મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાસી જતા મૃતકના પુત્ર હિરેનભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

- text