ટંકારા મુસ્લિમ સમાજે સોનુ ડાંગર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ સાથે આપ્યું આવેદન

- text


રાજકોટની સોનુ ડાંગરએ મુસ્લિમ સમાજ અને પેગંબર વિરુદ્ધ અભદ્ર શબ્દો વાપરતા ઠેર ઠેર વિરોધ

ટંકારા :રાજકોટની સોનું ડાંગરના મુસ્લિમ સમાજ અને સમાજના પૈગંબર વિષે અભદ્ર ટીપ્પણી કરતો સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિઓ બાબતે આજે ટંકારા તાલુકા મોમીન જમાત દ્વારા મામલતદારને આવેદન આપ્યું હતું
લેડી ડોન તરીકે ઓળખાતી અને હમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી રાજકોટ ની સોનુ ડાંગર ના એક વીડિઓ સોશીયલ મીડિયા માં વાયરલ થયેલ વીડિઓ માં મુસ્લિમ સમાજ તેમજ તેમના ધર્મગુરુ મહમહ પેગંબર વિરુધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બેફામ કરેલા વાણી વિલાસ બાબતે ટંકારા મુસ્લિમ સમાજે રોષની લાગણી સાથે સોનુ ડાંગરની તાકીદે ધરપકડ કરી તેની સામે સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.
મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાવનાર તેમજ સમાજમાં વૈમનશ્ય ઉભું થાય તેવી કલીપ બનાવનાર સોનુ ડાંગર સામે આ બાબતે ટંકારા મુસ્લિમ સમાજે રોષ પૂર્ણ આવેદન પત્ર પાઠવવા સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text