પાટીદાર ટાઉનશીપ નજીક અબોલપશુને લઈ જતી બોલેરો ઝડપી લેતા ગૌરક્ષકો

- text


મોરબી:મોરબીના પાટીદાર ટાઉનશીપ વિસ્તાર નજીકથી પસાર થઈ રહેલી શંકાસ્પદ બોલેરો ગાડીમાંથી ગૌ રક્ષકોએ ૪ અબોલ જીવનો જીવ બચાવી આ ગાડી બી ડિવિઝન પોલીસને સોંપતા અબોલ પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના ૩ વાગ્યાના સુમારે એક બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં પાટીદાર ટાઉનશીપ પાસે યોજેલ માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ સામેથી નીકળતા કેમ્પમાં સેવા કરી રહેલ ગૌરક્ષકોને ગાડીમાં ગૌવંશ હોવાની શંકા જતા તેમણે ગાડીનો 3 કીમી સુઘી પીછો કરી ગાડી પકડી પાડી હતી.

- text

જો કે બોલેરો ગાડીના ચાલક બે લોકો ફરાર થવામાં સફળ રહા હતા. ગાડીમાં તપાસ કરતા તેમાંથી 2 ભેંસ અને 2 પાડા મળી આવ્યા હતા જે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવતા હોવાનું જણાતા આ બોલેરો ગાડી બી ડીવીઝન સ્ટેશનને સોપી કાયદેશરની કાર્યવાહી કરી હતી.
બાદમાં પોલીસે આ અબોલજીવને પાંજરાપોળ મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text