મોરબી-માળિયા તાલુકાના સિંચાઈ વિહોણા બાવન ગામના ખેડૂતોની મિટિંગ મળી

- text


મોરબી : તારીખ ૧૦-૦૯-૨૦૧૭ ને રવિવારે રાત્રે ૮-૩૦ કલાકે સરવડ ગામ પાસેની સપ્તેશ્વર હનુમાનની જગ્યા ખાતે મોરબી-માળિયા તાલુકાના સિંચાઈ વિહોણા બાવન ગામના ખેડૂતોની એક મીટીંગનું આયોજન હ્યુમન રાઈટ્સ એસોશીએશનના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી શ્રી કાન્તિલાલ ડી. બાવરવાની આગેવાનીમાં કરવામાં આવેલ હતું.

- text

આ મિટિંગમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણયો કરવામાં આવ્યા હતા કે માળિયા તાલુકામાં જે નર્મદા રથ તારીખ : ૧૩-૦૯-૨૦૧૭ થી ૧૫-૦૯-૨૦૧૭ સુધી ફરવાનો છે તેની સામે આ બાવન ગામો માંહે ના જે પણ ગામોમાં આ રથ જશે ત્યાં બનાવવામાં આવેલ કમિટીના માણસો હાજર રહી વિરોધ પ્રદર્શન કરશે અને જ્યાં સુધી આ ગામોને સૌની યોજનાની નર્મદા કેનાલનો લાભ નહિ મળે ત્યાં સુધી આવા વિરોધો ચાલુ જ રહેશે તેવું નક્કી કરવામાં આવેલ છે.
તેમજ મોરબી જીલ્લાના જે તાલુકાઓને અને ગામોને પાક વીમા બાબતે અન્યાય થયેલ છે તે બાબતે એક મીટીંગ બોલાવવામાં આવશે અને તેના માટે પણ આંદોલનાત્મક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવેલ છે. અને સિંચાઈની સુવિધા કેનાલ દ્વારા આપવાની માંગણી સંદર્ભે આગળ ઉપર જલદ કાર્યક્રમો ચાલુ જ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. આગળ ઉપર રસ્તા રોકો , ધારાસભ્ય – સંસદસભ્યનો ઘેરાવ અને જરૂર પડ્યે ચુંટણીમાં બહિષ્કાર સુધીની લડત ચલાવવાનું નક્કી કરવામાં આવેલ છે. મિટિંગ અંગે કે.ડી.બાવરવાએ જણાવ્યું હતું કે આ મીટીંગમાં આવેલ ખેડૂતભાઈઓના સૂચનો લઈને ઉપર મુજબના નિર્ણયો લેવામાં આવેલ હતા. અને આ માટે લડત સંકલન સમિતિની રચના કરવામાં આવેલ જેમાં શ્રી કાન્તિલાલ ડી. બાવરવા (બરવાળા), શ્રી મગનભાઈ સંઘાણી (વેજલપર), શ્રી ભાવેશભાઈ સાવરિયા (તરઘડી), શ્રી છગનભાઈ સરડવા (મોટાભેલા), શ્રી જીવાભાઈ બાલાસરા (મોટા દહીંસરા), શ્રી વાસુદેવભાઈ કલોલા (કાંતિપુર), શ્રી દિનેશભાઈ કરસનભાઈ (કાંતિપુર), શ્રી હંસરાજભાઈ રતનશીભાઈ બોપલીયા (મોટાભેલા), શ્રી જગદીશભાઈ પરસોત્તમભાઈ શેરશીયા (મોટાભેલા), શ્રી પ્રાણજીવનભાઈ લખમણભાઈ (સરવડ), શ્રી અરુણભાઈ શામજીભાઈ (સરવડ), શ્રી ધીરજભાઈ માવજીભાઈ (સરવડ), શ્રી સંજયભાઈ પ્રભુભાઈ (તરઘડી), શ્રી રમેશભાઈ કાવર (નાનાભેલા), શ્રી ધરમશીભાઈ જીવાભાઈ ફુલતરિયા (નાનાભેલા), શ્રી હિંમતભાઈ વડાવીયા (મહેન્દ્રગઢ), શ્રી પ્રાગજીભાઈ મેરજા (થોરાળા), શ્રી કરમશીભાઈ (રાજપર), શ્રી પદુભા જાડેજા (મોટાદહીંસરા), શ્રી નારણભાઈ પરબતભાઈ (જસાપર), શ્રી પ્રભાતભાઈ વાઘાભાઇ (જસાપર), શ્રી કારુભાઈ વાઘાભાઇ હુંબલ (જસાપર), શ્રી વિક્રમભાઈ સવસેટા (જાજાસર), શ્રી બાલુભાઈ (નાનાદહીંસરા), શ્રી છગનભાઈ ખાંડેખા (ખીરસરા), શ્રી જયેશભાઈ બી. સાવરીયા.ની નિમણુંક કરવામાં આવી છે.અને આગળ જે પણ કાર્યક્રમો કરવામાં આવશે તેના માટે બનાવેલ કમિટીમાં નિર્ણય કરીને દરેક ગામના ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ છે.
આ મિટિંગનું સંચાલન શ્રી છગનભાઈ સરડવા એ કરેલ હતું. વ્યવસ્થા શ્રી કાન્તીભાઈ સરડવા તથા શ્રી ભાવેશભાઈ સાવરિયા દ્વારા કરવામાં આવેલ હતી. આ તકે શ્રી જીવાભાઈ બાલાસરાએ બધાને તાકાતથી લડવા અને લડતને ટેકો આપવા જણાવેલ હતું. શ્રી મગનભાઈ સંઘાણી દ્વારા આંદોલન માટે બધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. શ્રી વાસુભાઇ કલોલા એ જ્યાં જરૂર પડે ત્યાં હાજર રહેવાની તત્પરતા દર્શાવી હતી. અધ્યક્ષ સ્થાને થી શ્રી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા અત્યાર સુધીની કાર્યવાહી વિષે વિસ્તૃત જાણકારી આપેલ હતી અને બધાને સંગઠિત થઇને પરીણામ સુધી લડી લેવાની અપીલ કરેલ હતી. આભાર દર્શન કાન્તીભાઈ સરડવાએ કર્યું હતું.

- text