દારૂ બિયરના જથ્થા સાથે યુવાનને ઝડપી લેતી માળીયા પોલીસ

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે બાતમી ને આધારે હાઇવે પર વોચ ગોઠવી મોટર સાયકલ ઉપર દારૂ-બિયરનો જથ્થો લઈને નીકળેલા દહીસરાના યુવાનને ઝડપી લઈ રૂ.૧૫૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

જિલ્લા પોલિસવડા જયપાલસિંહ રાઠોર અને નાયબ જિલ્લા પોલીસવડા જે.એચ.ઝાલની સૂચનાથી માળીયા પોલીસે દારૂની બદી નાબૂદ કરવા હાથ ધરેલી કામગીરીમાં બાતમીના આધારે દહીંસરાથી પીપળી રોડ પર વોચ ગોઠવી દહીંસરા ગામના ગૌરાંગ વિનોદભાઈ કંસારા નામના યુવાનને વિદેશી દારૂની બોટલ ૧૨ અને બિયર ટીન ૨૨ મળી રૂ.૫૮૦૦ના દારૂ બિયર અને હોન્ડા મોટર સાયકલ કિંમત રૂપિયા ૧૦૦૦૦ મળી કુલ ૧૫૮૦૦ના મુદામાલ સાથે કંસારા યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એન.જે.રાણા,પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ જિલરીયા,માહિપતસિંહ સોલંકી,જયદેવસિંહ તથા દેવસીભાઈ મોરીએ કરી હતી.

- text

 

- text