મચ્છુ હોનારત પીડિતોની મકાન દસ્તાવેજ પ્રશ્ને બે દિવસમાં વિશાળ રેલી

- text


જુદી-જુદી આઠ સોસાયટીના દસ્તાવેજ પ્રશ્ને મિટિંગ મળી : મોરબીમાં દસ્તાવેજ અધિકાર મંચની રચના

મોરબી : મોરબી મચ્છુ હોનારતને ૩૮-૩૮ વર્ષ વીતવા છતાં ૮ સોસાયટીના હજારો લોકોને સનદના આધારે દસ્તાવેજ બનાવી આપવામાં ન આવતા લોકોએ ચૂંટણી ટાણે જ ધોકો પછાડી દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી તાત્કાલિક જૂની જંત્રી મુજબ દસ્તાવેજ કરી આપવાની માંગ સાથે આગામી બે દિવસમાં વિશાળ રેલી યોજવા નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં મચ્છુ હોનારત બાદ સરકારી જમીન ફળવતા આ જમીન ઉપર સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા હતા જેના દસ્તાવેજ કરી આપવામાં સરકારી તંત્ર આટલા વર્ષો બાદ નવી જંત્રી મુજબ નાણાં ભરપાઈ કરવાનું દબાણ કરી દસ્તાવેજ ના નામે લોલીપપ આપતું હોવાથી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ વર્ષો જૂનો પ્રશ્ન હાથ ઉપર લેવાયો છે.
વધૂમાં રોટરી નઞર ,રીલીફ નઞર, અરુણોદયનઞર, ન્યુ રીલીફ નઞર, જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર,વધૅમાન અને અનંતનગર સોસાયટીના વરસો જુના દસ્તાવેજ મુદ્દે ગઈકાલે ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ મિટિંગ માળી હતી જેમાં સેંકડોની સંખ્યામાં દસ્તાવેજ ન ધરાવતા ઉપરોક્ત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા અને દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી હતી.
દરમિયાન દસ્તાવેજ અધિકાર મંચની રચના બાદ આગામી બે દિવસમાં ૨૦૦૦ લોકોને સાથે રાખી વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા નક્કી કર્યું હોવાનું લાલજીભાઈ મહેતા અને મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા ૩૮ વર્ષથી થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા લોક લડતનું રણશીંગુ ફૂંકી આ લડતને ઉગ્ર બનાવવા સોશ્યલ મીડિયાનો સહારો લઈ બે વોટ્સએપ નંબર પણ જાહેર કરાયા છે અને જે લોકો લડતમાં જોડાવા માંગતા હોય તેઓએ વોટ્સએપ નંબર ૯૯૭૯૦ ૭૫૫૫૫ તથા ૮૦૦૦૮૯૪૮૪૦ સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે.

 

- text