વરસાદને કારણે ખેલ મહાકુંભમાં વિઘ્ન : આજનીસ્પર્ધાઓ મોકૂફ

તાલુકા કક્ષાએ યોજાનાર વોલીબોલ અને જિલ્લા કક્ષાએ હોકીસ્પર્ધાની તારીખ હવે નક્કી થશે

મોરબી : ભારે વરસાદની આગાહી અને ગઈકાલ રાત્રિથી મોરબી જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેલમહાકુંભમાં વિઘ્ન આવ્યું છે.
સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે વરસાદી વાતાવરણ ને કારણે ખેલ મહાકુંભ ની આજે યોજાનાર સ્પર્ધા તાલુકા કક્ષાએ વોલીબોલ અને જીલ્લા કક્ષાએ હોકી મોકૂફ રાખેલ છે.
ઉપરોક્ત બંને સ્પર્ધાઓની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી સત્યજિત વ્યાસની યાદીમાં જણાવાયું છે.