કલા મહાકુંભમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : હળવદમાં મોરબી જીલ્લા કક્ષાની કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકોએ કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમના માતા-પિતા ઉપરાંત સ્કૂલનું નામ રોશન કર્યું. કલા મહાકુંભની ૧૦ વર્ષથી નાની ઉમરની સ્પર્ધામાં આદિત્ય કાસુન્દ્રાએ ઓરગનમાં પ્રથમ સ્થાન, ધ્રુવી ભીમાણી એ કથ્થકમાં પ્રથમ સ્થાન, ગ્રુપ સોંગમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે કલા મહાકુંભની ૧૦ વર્ષથી ૨૦ વર્ષની ઉમરની સ્પર્ધામાં સ્કૂલ બેન્ડમાં પ્રથમ સ્થાન અને હેતવી કૈલાએ એક પાત્રીય અભિનયમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text

વિનય સ્કૂલ ના ચમકતા કલાકારો ને સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી કૃણાલ મેવા , આચાર્ય શ્રી આશિષ વિજયવર્ગીય તથા સ્કૂલના બધા સ્ટાફએ ખુબ અભિનંદન આપી ઉત્સાહ વધાર્યો હતો.

- text