નાનીવાવડી ગામે માનવસેવા ગ્રુપ દ્વારા ઉકાળા વિતરણ કરાયું

- text


શુક્રવારે 4 હજાર લોકોએ લાભ લીધો : હવે રવિવાર અને મંગળવારે વિતરણ કરાશે

મોરબી : મોરબીના નાની વાવડી ગામમાં માનવસેવા ગ્રુપ અને ગામના આગેવાનો દ્વારા સ્વાઈન ફ્લુથી ગ્રામજનોને રક્ષણ મળે તે માટે આર્યુવેદીક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું.
નાની વાવડી ગામે શુક્રવારે કરાયેલા આ ઉકાળા વિતરણનો ગામના 4 હજાર લોકોએ લાભ લીધો હતો. આ સમયે ગામના સરપંચ જ્યંતીભાઈ પડસુંબિયા, ઉપસરપંચ દિલીપભાઈ સનારીયા તથા પંચાયતના સભ્યો અને ગામના વડીલો તેમજ સેવાભાવી પી.ટી.કાકા, કાંતિલાલ જવેરી તેમજ નાની વાવડી માનવ સેવા ગ્રૂપના સભ્યો વિપુલભાઈ પડસુંબિયા, ભરતભાઈ પડસુંબિયા, રવિભાઈ સાણંદિયા તથા ગજાનંદ ગ્રૂપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
તેમજ આ રીતે ગામમાં રવિવાર અને મંગળવારે પણ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. જેનો ગામ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text