મોરબીમાં સ્વાઇનફ્લુના દર્દીઓને વિનામૂલ્યે આયુર્વેદિક વનસ્પતિ વિતરણ

મીરબી : મોરબીના વૈદ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતાના સ્મરણાર્થે આગામી તા ૨૫/૮થી ૫/૯ સુધી અત્રેના વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે સવારે ૯ થી ૧૨ દરમિયાન સ્વાઇનફ્લુના દર્દીઓનું નાડી પરીક્ષણ કરી આયુર્વેદિક વનસ્પતિનું વિનામૂલ્યે વિતરણ કરશે તો આ અમૂલ્ય સેવાનો લાભ લેવા મોરબીની જનતાને અનુરોધ કરાયો છે.