મોરબીમાં રવિવારે મેઘાણી સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ યોજશે

મોરબી : સાહિત્ય સ્પંદન પરિવાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 121મી જન્મજયંતિ નિમિત્તે તા. 27-8 રવિવારના રોજ બપોર 3:30 થી 7.00 વાગ્યા સુધી મેઘાણી સ્મૃતિ વંદના કાર્યક્રમનું પી.જી.પટેલ કોલેજ રંગભવન, મહેશ હોટલ બાજુમાં શનાળા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લોક સાહિત્ય કલાકાર અશ્વિનભાઇ બરાસરા, દેવેનભાઇ વ્યાસ અને સિધ્ધ ચારણ તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અનિલભાઇ કંસારા ઝવેરચંદ મેઘાણીના જીવન કવન પર પ્રવચન રજૂ કરશે. તેથી સર્વે સહિત્ય પ્રેમીઓને કાર્યક્રમમાં પધારવા સહિત્ય સ્પંદન પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.