મોરબીમાં સ્વાઇનફ્લુએ દેખા દેતા આરોગતંત્ર એલર્ટ : સર્વેલન્સ ચાલુ

- text


મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને જે વિસ્તારમાંથી દર્દીઓ આવ્યા છે તે વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક મહિલા સહિત ત્રણ દર્દીઓમાં સ્વાઇનફ્લુના લક્ષણો જોવા મળતા હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સ્વાઇનફ્લુ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને સ્વાઇનફ્લુના લક્ષણોવાળા ત્રણેય દર્દીઓને આ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી સ્વાઇનફ્લુ અંગેના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
દરમિયાન સ્વાઈફલુ મામલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તુરત જ આગમચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયુ છે,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરાના જણાવ્યા મુજબ જે વિસ્તારમાંથી દર્દીઓ દાખલ થયા છે તેવા યમુનાનગર,રોહિદસપરા અને મહેન્દ્રનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈ લોકોમાં સ્વાઇનફ્લુના લક્ષણો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સ્વાઈન ફ્લૂના મુદ્દે જિલ્લા કલેકટર પટેલ અને ડીડીઓએ સ્વાઈન ફલૂ બાબતે એક મિટિંગ બોલાવી હાલની સ્થિતિની જરૂરી સમીક્ષા કરી હતી.

- text