મોરબીમાં ખનીજચોરી મામલે ચાર ટ્રક ઝડપાયા

- text


ખાણ-ખનીજ વિભાગ દ્વારા વહેલી સવારે ચકિંગ હાથ ધરી ચાર વાહનો ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા

- text

મોરબી : ખાણ-ખનીજ વિભાગ મોરબી દ્વારા આજે સવારે હાઇવે પર ચેકીંગ કરી ખનીજચોરી મામલે ચાર ટ્રક ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ ખાણ-ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી બી.ડી.ચાવડાએ આજે વહેલી સવારે મોરબી હાઇવે પર ચેકીંગ હાથ ધરતા ચાર ટ્રકમાં ખાણીજચોરી કરવામાં આવતી હોવાનું ઝડપી લઈ ચારેય ટ્રકને મોરબી બી-ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
જેને પગલે બી-ડિવિઝન પોલીસે ટ્રક નમ્બર જીજે-12 બિટી 6944,5702, જીજે 12 ઝેડ 3105 અને જીજે3 બિટી 7599 કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

upd

- text