હળવદના મંદિરોમા પૂજન સામગ્રી વિતરણ કરતી રોટરી કલબ

- text


હળવદ : રોટરી અને ઈંનરવિલ તથા આર. સી.સી.સિનિયર સિટીઝન કલબ ઓફ હળવદ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવ પૂજા અભિષેક માટે બિલીપત્ર, ફૂલ, દૂધ નું બે મંદિરો માં શ્રાવણ માસના બધાજ સોમવાર દરમિયાન વિતરણ કરવા આવ્યું હતું.

હળવદ એટલે છોટા કાશી ના નામથી દેશ દુનિયામાં પ્રચલિત છે. અહીંયા શહેરની ફરતે ઘણા બધા અને પુરાનાં તેમજ સ્વયંભૂ શિવ મંદિરો આવેલા છે. હળવદ માં બ્રાહ્મણો ની મુખ્ય વસ્તી છે. જેમના ઇસ્ટ અને આરાધ્ય દેવ શિવજી છે.

શ્રાવણ માસની ઉજવણી હળવદમાં અનોખી અને અદભૂત રીતે ધૂમધામથી કરવામાં આવે છે. ચારેતરફ ભક્તિ ભાવમય વાતાવરણ નો દિવ્ય અનુભવ તન મનને પ્રફુલ્લિત કરે છે.

- text

આવા સમયે રોટરી દ્વારા શહેરના ખુબજ અવરજવર વાળા શરણેશ્વર મહાદેવ મંદિરે તથા વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ ના દરેક સોમવાર વખતે સવારે પૂજા કે દર્શન માટે આવતા ભક્તોને બીલી ફૂલ દૂધ આપીને ધાર્મિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેનો આશરે ૮૦૦૦ જેટલા લોકો આ લાભ લીધો હતો.

આ પ્રોજેક્ટ ને મુખ્ય મહેમાન લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકરામ મહારાજે તથા વૈજનાથ મંદિરે ના પ્રમુખ અને બિલ્ડર રોટેરિયન દીપકભાઈ જોશી એ ખુલ્લો મુક્યો હતો.
આ પ્રોજેકટ નું ડોનશન રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ તથા રોટ્રેક્ટ કલબ પ્રેસિન્ડેન્ટ મહિપાલસિંહ જાડેજા તરફથી આપવામાં આવ્યું હતું.પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઇ રાવલ બનેસિંહ સોલંકી હર્ષાબેન ઝાલાએ આ પ્રોજેકટ ને સફળ બનાવ્યો હતો.

આ પ્રોજેક્ટમાં રોટરી, ઈંનરવિલ, આર. સી.સી. કલબ ના હોદ્દેદારો ચિનુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ રાણા ચંદુભાઈ વૈષ્ણવ એ. જી.રાવલ જયશ્રીબેન પટેલ અને સભ્યોએ હાજર રહીને સેવા આપી હતી.

 

- text