મોરબી જિલ્લામાં 17766 નવા મતદારો ઉમેરાયા

- text


મતદારયાદી સુધારણા ઝુંબેશને જબરો પ્રતિસાદ : કુલ 38402 ફોર્મ જમા

મોરબી : 1 જુલાઈ થી મોરબી જિલ્લામાં શરુ થયેલ મતદારયાદી સુધારણા ઝુંબેશને સમગ્ર જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને 31 જુલાઈએ ઝુંબેશ પૂર્ણ થતા જિલ્લામાં કુલ 17766 મતદારો નવા ઉમેરાયા છે,ઝુંબેશ અંતર્ગત કુલ 38402 ફોર્મજમાં થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર-રાજ્ય ચૂંટણીપંચ ની સૂચના અંતર્ગત મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા વિસ્તારમાં 1 થી 31 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવેલી મતદારયાદી સુધારણા ઝુંબેશ વહીવટીતંત્ર દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો યોજી ખાસ કરીને મહિલા મતદારો મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે અભિયાનરૂપે કામગીરી કરતા અભૂતપૂર્વ કહી શકાય તેવા 17766 નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે મતદારયાદી સુધારણા ઝુંબેશમાં કુલ 38402 ફોર્મજમાં થયા હતા જેમાં સુધારા વધારા માટે 11873,સ્થળાંતર માટેના 1581 અને નામ કમીના 7182 ફોર્મ રજુ થયા હતા અને અસરકારક ઝુંબેશ તેમજ બીએલઓ દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરીને કારણે નવા 17766 મતદારોના નામની નોંધણી શક્ય બની હોવાનું તેમને ઉમેર્યું હતું.
જો કે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં 17766 નવા મતદાર ઉમેરાયા હોવા છતાં મતદાન મથકોની સંખ્યા નહિ વધે,વહીવટી તંત્રની ઓગોતરી સૂઝ બુઝ થી અગાઉ 855 મતદાન મથકોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે કરેલી ગોઠવણીથી 24 મતદાન મથકો વધારાયા હતા જેમાં નવા મતદારોનો સમાવેશ થઇ જનાર હોવાનું અંતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ ઉમેર્યું હતુ.

- text

- text