મોરબી એલસીબીએ ટીંબડી ગામે જુગાર રમતા ૮ ને ઝડપી પાડ્યા

- text


મોરબી એલસીબીની ટીમે કાલે રાત્રે બાતમીના આધારે ટીંબડી ગામે જાહેરમાં જુગાર રમતા ૮ આરોપી સાથે રૂ.૮૭,૦૦૦ રોકડ સાથે ઝડપી પડ્યા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ટીંબડી ગામે આરોપી હિતેશભાઈ દેવજીભાઈ માકાસણા (ઉ.૩૬), પ્રફુલ્લભાઈ ગણેશભાઈ છનીયારા (ઉ.૪૫), દેવજીભાઈ પ્રવીણભાઈ ભલગામડિયા (ઉ.૩૪), દિનેશભાઈ વસરામભાઈ કૈલા (ઉ.૩૦), આશિષભાઈ સુરેશભાઈ સીરવી (ઉ.૨૮), પ્રદીપભાઈ ડાયાભાઇ અઘારા(ઉ.૩૩), નરેન્દ્રભાઈ અભેસિંગ રાઠોળ (ઉ.૩૦), મનીષભાઈ પ્રભુભાઈ માકાસણા (ઉ.૩૦), રહે. બધા ટીંબડી ગામે કાલે રાત્રે ૩:૩૦ કલાકે ટીંબડી ગામે જ જાહેરમાં જુગાર રમતા મોરબી એલસીબી ટીમે આઠ આરોપી રૂ.૮૭,૦૦૦ રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ પી.એમ.સોલંકીએ હાથ ધરી છે.

- text