માળિયા ના ભાવપર ગામે એસ.ટી બસ ને રોકતા વિધાર્થીઓ

- text


માળિયા મીયાણા : ભાવપર ગામે ઘણા સમયથી એસ.ટી બસની અનિયમિતતા ને લીધે ભાવપર ગામે એસટી બસને રોકી વિધાર્થીઓ એ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો

મળતી માહિતી અનુસાર ભાવપર ગામે એસ.ટી માં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ એ વારંવાર રજૂઆત કરવા છતા વહેલી સવારે આવતી આઠ વાગ્યા ની એસ ટી બસ સવારે દશ વાગ્યા પછી આવવા લાગતા વિધાર્થીઓ ને સ્કૂલ ટાઇમમાં ભારે હાલાકી ભોગવવી પડે છે અને સામે શિક્ષણ સાથે સ્કૂલ ના ટીચરો વારંવાર વિધાર્થીઓ ને ટોકતા હોય છે કે સ્કૂલ ટાઇમે આવવુ રોજબરોજ ની એસટી બસની અનિયમિતતા ને લઈને આજે સવારે આઠ વાગ્યે આવતી બસ દશ વાગ્યે આવતા વિધાર્થીઓ એ બસ ને ભાવપર ગામે રોકી હતી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

- text

- text